
મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસિડેન્સીમાં રહેતા મુળ જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના વતની ધર્મેન્દ્રભાઈ કેશવજીભાઈ ઘેટિયા ઉ.30 નામના યુવાનને તેના પિતા કેશવજીભાઈએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા ધર્મેન્દ્રભાઈને લાગી આવતા ગત તા.25 ઓગસ્ટના રોજ મહેન્દ્રનગર ચોકડીએ આવેલ શિવાય પ્લાઝમા પોતાની જાતે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી લેતા દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલમા ખસેડવામાં આવતા સારવાત દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.