
મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે તુલસી કોમ્પલેક્ષમાં આવેલ ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને દિપકભાઈ પ્રમોદભાઇ સિદ્ધપુરા, શૈલેષભાઈ નારણભાઈ ઓધવીયા, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા, શૈલેષભાઇ પુનાભાઇ ટાંક, હસમુખભાઇ રતીલાલ કાસુન્દ્રા, યગ્નેશભાઈ રમેશભાઇ ભોજાણી અને રાજેશભાઇ સુખરામભાઈ સોનાર્થીને રોકડા રૂપિયા 1,70,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
