
મોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામે જ્યેન્દ્રસિંહ ભથુભા જાડેજાના ખેતરમાંથી અંદાજે 30થી 35 વર્ષના ઉંમરના અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે માળીયા પોલીસે અજાણ્યા વ્યક્તિના વાલી વારસોની શોધખોળ શરૂ કરી બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.