
મોરબી : કોંગ્રેસ શાસિત માળીયા પાલિકામાં ત્રણ સદસ્યો બાદ વધુ એક સદસ્યએ રાજીનામુ આપી દેતા સ્થાનિક રાજકારણ વધુ ગરમાયુ છે. માળિયા નગરપાલિકા 24 સદસ્યો છે. તમામ બેઠકો કોંગ્રેસ શાસિત છે. થોડા મહિનાઓ પહેલા એક રાજીનામુ પડ્યું હતું. તેવામાં શનિવારે પણ ત્રણ રાજીનામાં પડ્યા હત. અને આજે વધુ એક રાજીનામુ પડ્યું છે. આજે જેનાબેન તાજમામદ મોવર નામના સદસ્યએ પ્રમુખને પોતાનું રાજીનામુ સોંપ્યું છે.