
મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા નવઘણભાઈ ભીમજીભાઈ મગવાણિયા ઉ.વ.19 નામનો યુવાન ગામ નજીક આવેલ વોકળામા પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.