
મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વેટિકન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા બસંતીબેન મુનસીભાઈ ગુંદીયા ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બસંતીબેનના બેથી ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયાનું ખુલ્યું છે. ત્રણ માસ પહેલા લગ્ન કરનાર યુવતીએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.