
મોરબી : હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા રમેશભાઈ કાનાભાઈ સિણોજીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે – 06 – વાય – 6492 નંબરના ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.2ના સવારના નવેક વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અજય તેના મિત્ર અક્ષય સાથે બાઇકમાં બેસી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ટેન્કર ચાલકે ઘુંટુ ગામ નજીક આવેલ નકસીઓન સિરામિક સામે બન્ને યુવાનો સાથેના બાઇકને પાછળથી ઠોકર મારતા અજય અને અક્ષય રોડ ઉપર પડી જતા અજય ટેન્કરના જોટામા આવી જતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક વાહન મૂકી નાસી ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે મૃતક અજયના પિતાની ફરિયાદને આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.