Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી ખાતે ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન

મોરબી ખાતે ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગથી ઓપરેશન સુવિધા સાથેનો નેત્રમણી કેમ્પ

મોરબી : સ્વર્ગસ્થ દામજીભાઈ અવચર ભાઈ હડિયલ ના સ્મરણાર્થે મોરબી ખાતે આગામી તારીખ ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ ફ્રી નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આયોજન સેવામૂર્તિ શ્રી જમનાદાસજી (રામને ભજી લ્યો) હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક તેમજ શ્રી એલ ડી હડિયલ સાહેબ (રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર) દ્વારા કરવામાં આવેલ છે. નેત્રમણી કેમ્પ હવેથી મોરબી ખાતે દર માસની 19 તારીખે યોજાશે. આગામી 19 તારીખે આ પ્રથમ કેમ્પ છે સવારે 9:30 થી 12:30 સુધી શ્રી ક્રિષ્ના હોલ, વાવડી પંચાસર ચોકડી વચ્ચે, મોરબી અતુલ રીક્ષા પાસે, કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે યોજાશે જેમાં નામ લખવા માટે શ્રી જમનાદાસજી ૯૮૨૪૮૧૯૬૦૧, શ્રી એલ.ડી. હડીયલ ૯૮૨૫૬૪૯૮૫૧, શ્રી હરેશભાઈ હિરાણી -૯૮૨૫૭૫૦૨૩૪, ૯૪૨૮૪૬૫૮૮૨ પર સંપર્ક કરવો,

આ કેમ્પમાં આખાના થયેલ નિદાન માંથી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ની બસમાં લઈ જઈ અત્યાઆધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સરામાં સારા ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીને કેમ્પના સ્થળ પર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. તદુપરાંત દર્દી માટે કેમ્પમાં રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી નાસ્તો, ચશ્મા, દવા ટીપા વગેરે મફત આપવામાં આવશે. જેથી આયોજક દ્વારા જાહેર વિનંતી કરવામાં આવેલ છે કે મોટી સંખ્યામાં આ કેમ્પનો જરૂરિયાત મંદોએ લાભ લેવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments