
મોરબી : ગુમ થયેલા બાળકો કે વ્યક્તિઓને શોધી કાઢવા મુશ્કેલ હોય છે.પણ આ મુશ્કેલ પણ વલસાડના એસપી ડો.કરનરાજ વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે સાકાર કરી બતાવ્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુમ અને અપહરણ થયેલા ૩૯ બાળકો અને લોકોને માત્ર એક માસમાં વલસાડ પોલીસે શોધી કાઢીને સમગ્ર પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે. વલસાડ પોલીસ સ્ટાફે સાત વર્ષમાં ગુમ અને અપહરણ થયેલા ૩૯ બાળકો અને લોકોને વલસાડ પોલીસે શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપતા ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વર્ષો પછી આ લોકો મળતા પરિવારજનોએ ખાસ વલસાડ એસપી ડો.કરનરાજ વાઘેલાનો આભાર માન્યો હતો.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબ, ગુ.રા.ગાંધીનગર, તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરતનાઓની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં સાત વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરેલ સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સ૨નામે શોધખોળ ચાલુ રાખવામાં આવેલ.
ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ હતું. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યક્તિઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સાંરૂ સધન અભિયાન ચાલુ રાખવામાં આવેલ હતું. આ અભિયાનમાં માહે- ઓગસ્ટ ૨૦૨૪ એમ ફક્ત એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ -૧૫ તથા સ્ત્રી-પુરૂષ કુલે-૨૪ મળી કુલ-૩૯ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવેલ છે.
