
મોરબી : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામે રહેતા અને વ્યાપાર કરતા અશ્વિનભાઈ લાલજીભાઈ માલકીયા ઉ.26 નામના વેપારી પોતાની દુકાને હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.