Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની માધાપરવાડી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પરીક્ષા...

મોરબીની માધાપરવાડી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પરીક્ષા યોજાઈ

મોરબી,અત્રેની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે,વિશિષ્ટ દિવસોની વિશિષ્ટ રીતે ઉજવણી કરાવવામાં આવે છે,બાળકોને શાળાએ આવવું ગમે,રોકાવું ગમે ભણવું ગમે એવી અનેકવિધ પ્રવુતિ કરાવવામાં આવે છે.

ત્યારે આજે વધુ એક પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં વિશ્વના મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા ચાલતા વિવિધ ક્ષેત્રો પૈકી ભારત વિકાસ પરિષદ-મોરબી જિલ્લાની શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ વેદ વ્યાસજીના પિતાજીનું નામ શું હતું? ચેટીચાંદ કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું?ચાણક્યનું મૂળ નામ શું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા 50 પચાસ પ્રશ્નોના ઉત્તર પેપરમાં લખી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો.ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા,પરમાર હેન્સી દિલીપભાઈએ 100 માર્કમાંથી 94 માર્ક પ્રાપ્ત કરી પ્રથમ નંબર પરમાર વંદના હંસરાજભાઈ 88 માર્ક સાથે દ્વિતીય નંબર અને રિદ્ધિ છગનભાઇ ડાભી અને હડિયલ પૂનમ જલારામભાઈ 74 માર્ક પ્રાપ્ત કરી તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.બીજા તબક્કામાં શાળા કક્ષાની કસોટીમાં પ્રથમ બે નંબર પ્રાપ્ત કરનારને આગળની સ્પર્ધામાં મોકલવામાં આવશે, સમગ્ર પરીક્ષામાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.પનારા સાહેબે માર્ગદર્શન પૂરું પાડેલ. શાળા કક્ષાએ જયેશભાઈ અગ્રાવત દયાલજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, નીલમબેન ગોહિલ,વગેરે શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments