
મોરબી : મોરબી જિલ્લામાં માળીયા તાલુકો સૌથી વધુ અતિવૃષ્ટિગ્રસ્ત રહ્યો છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોએ માળીયાની મુલાકાત કરી ખાસ ખેડૂતોને થયેલું નુકશાનીનું યોગ્ય વળતર ચુકવવા માટે સર્વે યોગ્ય રીતે કરવાની અધિકારીઓને તાકીદ કરી હતી.

ધારાસભ્ય અમૃતિયા સહિતના આગેવાનોએ અતિવૃષ્ટી લઈને માળીયા તાલુકાના હરીપર તેમજ ફતેપર ગામની મુલાકાત કરી, તેમજ ખેતીવાડી અધિકારી સાથે વિચાર પરમાર્શ કરી યોગ્ય સર્વે કરી તેમજ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા જરૂરી સૂચનો કર્યા હતાં. આ મુલાકાતમાં જિલ્લા ખેતવાડી અધિકારી એચ. સી. ઉસદડિયા સાહેબ, ટી.એ.ફળદુ, વિસ્તરણ અધિકારી ખેતી જે.ડી.ચાવડા, ગ્રામ સેવક એસ.કે. બોરીચા તેમજ સંગઠનના મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ઉપાધ્યક્ષ ડી.ડી. જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા.
