Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsવલસાડ જીલ્લામાં પ્રથમવાર ઐતિહાસિક નવ દિવસમાં આરોપી વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં...

વલસાડ જીલ્લામાં પ્રથમવાર ઐતિહાસિક નવ દિવસમાં આરોપી વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં 470 પાનાની ચાર્જશીટ રજુ કરતી વલસાડ પોલીસ

બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં સ્પે.પોકસો કોર્ટમાં નવ દિવસમાં આરોપી વિરુદ્ધ 470 પાનાની ચાર્જશીટ રજુ કરતી વલસાડ પોલીસ

વલસાડ : ગત તા.૨૭/૦૮/૨૦૨૪ ના બપોરના આશરે સાડા ત્રણ વાગેના અરસામાાં ઉમરગામના દેવધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલ હતો જે બાબતની જાણ બાળકીના વાલીએ ઉમરગામ પો.સ્ટે. માાં આશરે સાાંજે ૦૬/૦૦ (છ) વાગે કરતા ઉમરગામ પોલીસે સદર બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમ વલસાડ તથા ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરેલ અને ભોગ બનનાર બાળકીના પિતાની ફરીયાદ ઉમરગામ પો.સ્ટે.ના પોલીસ ઇન્સસ્પેકટર શ્રી એસ.ડી.ચૌધરી નાઓએ પોતાના રૂબરૂની લખી ઉમરગામ પો.સ્ટે. એ
પાર્ટ નં – ૧૧૨૦૦૦૪૫૨૪૧૩૪૭/૨૦૨૪ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ની (BNS) કલમ ૬૫(૨) તથા પોકસો એકટ કલમ ૪, ૫(એમ), ૬, ૮ મુજબ ગુનો રજીસ્ટ્રર કરી બાળકીને તાત્કાલીક મેડીકલ સારવાર માટે મોકલી આપેલ

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ શ્રી વિકાસ સહાય , પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ,ગાંધીનગર, તથા શ્રી પ્રેમવીર સીંગ (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગની સુચના તથા શ્રી ડો.કરણ વાઘેલા (IPS) પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ , સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, તેમજ જીલ્લાના ચુનીંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધરેલુ અને તપાસ દરમ્યાન આરોપી ગુનો કર્યા બાદ પોતાના વતન ઝારખંડ જવા માટે ગુનાવાળી જગ્યાએથી ભાગી ગયેલાની હકીકત મળતા વલસાડ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા એક કલાકમાાં મહારાષ્ટ્ર રાજ્યમાાંથી આરોપીને પોતાના વતન તરફ ભાગતો પકડી પાડેલ.

સદરહુ ગુન્સહામાાં આરોપીને સખતમાાં સખત દાખલા રૂપ સજા થાય તે માટે શ્રી બી.એન.દવે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાપી નાઓની અધ્યક્ષતામાાં સ્પેશ્યલ ઇન્સવેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ સ્પેશ્યલ ઇન્સવેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીને અટક કરી તપાસના કામે આરોપીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવેલ. તેમજ મુખ્યત્વે વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાાં આવેલ.

આમ, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્રારા આરોપી વિરુદ્ધના ફોરેન્સીક,સાયન્ટીફિક , મેડીકલ,ટેકનિકલ, સંયોગીક તેમજ કાયદાકીય તમામ પ્રકારના પુરાવાઓ એકત્રીત કરી વલસાડ જીલ્લામાાં પ્રથમવાર ઐતિહાસિક ૦૯ (નવ) દિવસમાં આરોપી વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં 470 પાનાની ચાર્જશીટ રજુ કરવામાાં આવેલ છે. અને સદરહુ કેસમાં પોક્સો કેસોના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી અનિલત્રિપાઠી મુખ્ય સરકારી વકીલ વલસાડ જીલ્લા નાઓ દ્રારા ચલાવવામાાં આવનાર છે.

સદરહુ ગુનાનો આરોપી હાલ જ્યુડીશ્યલ કસ્ટડી (જેલ) માાં છે અને ભોગ બનનાર બાળકી સ્વસ્થ હાલતમાાં પોતાના માતા પિતાની પાસે ઘરે છે.

સદરહુ ગુનામાં પોકસો એકટ તથા ગુજરાત સરકારની ભોગ બનનારને વળતર આપવાની યોજના હેઠળ ભોગ બનનારને રૂ.૨.૬૨,500 (બે લાખ બાસઠ હજાર પાાંચસો પુરા) ફરીયાદીના સ્ટેજે ૨૫% વળતર ચુકવવાનો વલસાડ જીલ્લાનો ઐતિહાસિક હુકમ નામદાર પોક્સો કોર્ટ દ્રારા કરવામાાં આવેલ છે.

આ સમગ્ર મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ માં બી.એન.દવે ,નાયબ પોલીસ અધિક્ષક વાપી ,એસ.ડી.ચૌધરી ,પોલીસ ઇન્સ્પેક્ટર ,ઉમરગામ પો.સ્ટેશન ,સ્મીતા વસાવા ,પોલીસ સબ ઇન્સ્પેકટર ,ઉમરગામ પો.સ્ટેશન ,વાસુદેવ સાહેબરાવ ,એ.એસ.આઈ,વાપી , સુરેન્દ્ર શામરાવ ,એ.એસ.આઈ,વાપી ,પ્રવિણસિંહ લક્ષમ્ણસિંહ,એ.એસ.આઈ ઉમરગામ પો.સ્ટેશન,ભુપતભાઇ ચીકાભાઈ સહિતની પોલીસ ટીમ જોડાયેલી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments