
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને દેશના ભાવિનું નિર્માણ કરતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે મોરબી જિલ્લાની અલગ-અલગ શાળા અને કોલેજોની મુલાકાત કરી શિક્ષકોને મોમેન્ટો-શાલ આપી આભાર વ્યક્ત કરી ઉજવણી કરવામાં આવેલ હતી.







