
મોરબી : ટંકારા પોલીસે નગરનાકા વિસ્તારમાં રહેતા આરોપી સિકંદર રફીકભાઈ ભાણુંના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી જુદી – જુદી બ્રાન્ડની 110 બોટલ કિંમત રૂપિયા 37,400 મળી આવતા પોલીસે આરોપી સિકંદરને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.