
મોરબી : મોરબીના કાંતિનગરમાં આવેલ જુબેદા મસ્જિદ નજીક રહેતો 4 વર્ષીય બાળક અનસ અજમેરી શેરીમાં રમતો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવેલા જીજે – 36 – વી – 3941 નંબરના અશોક લેલન બડા દોસ્ત ટેમ્પો વાહનના ચાલકે પુરઝડપે વાહન ચાલવી શેરીમાં રમી રહેલા બાળકને હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી આ 4 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે..આ અકસ્માતમાં મોતના બનાવ અંગે મૃતક અનસના દાદા યુનુસભાઈ જુમાભાઈ અજમેરીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમા ટેમ્પો વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.