
મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાના પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાના કારણે અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનું મોત નીપજયું હતું જેથી આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.