
મોરબી : રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના નવીનીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક)થી રામચોક સુધીના રોડના પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નગરપાલિકા સબંધિત વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.