મોરબી : વાંકાનેરના કોઠી ગામે ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટર ચોરીની છ મહિના પછી ફરિયાદ નોંધાતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શકયતા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના કોઠી ગામે રહેતા દેવજીભાઈ લખમણભાઈ સોલંકીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત ફેબ્રુઆરી માસમાં તસ્કરોએ કોઠી ગામની સિમમાંથી તેમની માલિકીની 80 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી તેમજ ઉસ્માનગનીભાઈની માલિકીનું ટ્રેકટર પાછળ જોડી ખેતીમાં ઉપયોગમાં લેવાતું 40 હજારની કિંમતનું રોટાવેટર મળી કુલ કુલ રૂ. 1.20 લાખની ચોરી અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. જો કે આ બનાવની છ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. એનો મતલબ પોલીસે પહેલા આરોપીઓને પકડી લીધા બાદ હવે ચોરીની ફરિયાદ નોંધીને સાંજ સુધી આરોપીઓની ધરપકડ બતાવી દયે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.