

દરરોજ રાત્રે ભક્તિસભર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
મોરબી : મોરબી શનાળા રોડ પરના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ ગરબી ચોકમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે ગણપતિ દાદાનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું છે.આ ગણેશ મહોત્સવમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દરરોજ રાત્રે 9.30 વાગ્યેથી વિવિધ ભક્તિસભર અને રસ ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે ગણપતિ દાદાની સ્થાપના થયા બાદ નવ તારીખે લતીપર રાસ મંડળીનું આયોજન, દસ તારીખે નાટકનું આયોજન, અગ્યાર તારીખે લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે ગરબાનું આયોજન, બાર તારીખે મિમિક્રી શો (જુનયર અમિતાબ બચ્ચન ),તેર તારીખે રાસ મંડળીનું આયોજન ,ચૌદ તારીખે વિજુડીનો શો,પંદર તારીખે જાદુગરનો શો ,સોળ તારીખે લાઈવ ઓરકેસ્ટ્રા (ગુજ્જુ દયા ),અને સત્તર તારીખે ભવ્ય વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.આ વિવિધ કાર્યક્રમમાં લાભ લેવા માટે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ છે.આ આયોજનમાં શુભ આશિષ સ્વ.પરબતભાઈ કરોતર અને સ્વ.દેવિકાબેન મહેતાના છે.