મોરબી : ટંકારાના સજનપર ગામની સીમમાં આવેલ મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીમાં રહેતી નિરાલી પપ્પુભાઈ ડામોર (ઉ.વ.૧૬) નામની સગીરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.