


મોરબી : મોરબીમાં ભારે વરસાદથી માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે દરેક માર્ગો ખાડામાં ફેરવાય ગયા છે. ત્યારે મોરબીના મુખ્ય માર્ગ HDFC બેંકથી રામ ચોક પર પણ ખાડા બની જતા આ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ HDFC બેંકથી રામ ચોક સુધીના નવા બની રહેલા રોડની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ આ રોડ પરના તમામ વેપારી ભાઈઓને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.