મોરબી : મોરબી નજીક કેનાલમાં ડૂબી જતાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામની સીમમા વોલીસ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ગોકુલસિંહ શંકરસિંહ ઉ.વ. 24 નામનો યુવાનનું કોઈ કારણોસર કેનાલમાં ડૂબી જતાં મોત નીપજતા તેના પરિવારમાં અરેરાટી મચ8 ગઈ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.