
મોરબી:મોરબી ના રવાપર રોડ પર આવેલ gtpl નો દરવાજો સળગાવી દેવાની ઘટના સામે આવી છે.મોરબી gtpl ના મુખ્ય સંચાલક દિનેશભાઇ પંડયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ માં એક નામ જોગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવેતો વિશિપરામાં રહેતો અને gtpl ના કેબલ ઓપરેટર તરીકે કામ કરતો જુનેદ ગુલામહુસેન પીલુંડીયા દ્વારા દિનેશ ભાઈ પાસે થી પચાસ હજાર રૂપિયા ઉછી ના જોતા હોય માટે ફોન કર્યો હતો પણ દિનેશ ભાઈ પાસે પૈસાની સગવડ ન થાય હોય તેમણે જુનેદ ને ઉછીના પૈસા આપવાની ના પાડી હતી.બાદમાં જૂનેદ અને એક અજાણ્યા શખ્સે મોરબી ના રવાપર રોડ પર આવેલ gtpl ની ઓફીસ ના દરવાજા પર કોઈ જ્વલનશીલ વસ્તુ દ્વારા દરવાજો સળગાવી દેવામાં આવ્યો હતો.હાલ માં આ સમગ્ર મામલે દિનેશ ભાઈ પંડ્યા દ્વારા મોરબી એ ડીવીઝન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.