
કચ્છ : કચ્છ,ગુજરાત ભરમાં ભારેથી અતિભારે વરસાદ અને ડીપ ડીપ્રેસન ને કારણે ખુબજ નુકશાન થયેલ છે. સાથે રસ્તાઓનું ધોવાણ, પુર પાપડીઓ પણ મોટી સંખ્યામાં ક્ષતિગ્રસ્ત થયા છે. સંદર્ભે કલેકટર કચેરીમાં સાંસદશ્રી તથા નેશનલ હાઈવે, ને-હાઈવે સ્ટેટ જીલ્લા પંચાયત, ગુજરાત સ્ટેટ, જી.એસ.આ૨.ડી.સી. ના સબંધીત અધીકારી અને કચ્છ માં રોડ રસ્તાના કામ કરતી એજન્સીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
અતિ ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ તુટી જવાથી વાહન યાતાયાત ફરી રેગ્યુલર ચાલુ થાય માટે દરેક સબધીત અધીકારીઓ તથા એજન્સીઓને સાંસદશ્રી તથા કલેક્ટરશ્રી એ વિગતવાર ચર્ચા કરી સુચન કર્યા હતા. પાણી ભરાતા અને ભારે પાણીના વહેણ કારણે તૂટી ગયેલ પુલ-પાપડી, કોઝવે તાત્કાલીક રીપેર કરવા ખાસ સુચનો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજયના ૧૦૧ રોડ જી.પંચાયત ના ૬૦૦ થી વધુ અને નેશનલ હાઈવે નાં પાંચ પાંચ રોડ, ગુજરાત સ્ટેટ રોડ ડેવ્લપમેન્ટ કોપોરેશન લિમીટેડ ૨ રસ્તાઓ વિશે વિગતવાર સમીક્ષા કરી હતી. કચ્છના રોડ રસ્તા તુરંન્ત પૂર્વરત શરૂ થાય અને વ્યવસ્થીત કામ કરી તાત્કાલીક સ્તરે કામ પુરુ કરવા ના સુચન કરવામાં આવ્યા હતા તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું