
જાતે જ ગણેશજીની મૂર્તિઓના વિસર્જનમાં ડૂબી જવાની ઘટના ન બને તે માટે લેવાયેલો નિર્ણય
મોરબી : મોરબીમાં હાલમાં ભક્તિભાવપૂર્વક ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને લોકો ગણેશમય બનીને વિઘ્નહર્તાની ભક્તિમાં એકાકાર થઈ ગયા છે. ત્યારે જાતે જ ગણેશ વિસર્જન ઉપર પ્રતિબંધ લાદી દર વખતે નગરપાલિકા દ્વારા જ સુરક્ષા સાથે ગણપતિ દાદાની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવામાં આવે છે. આ વખતે પણ મોરબી નગરપાલિકા દ્વારા ચાર સ્થળો એટલે સ્કાય મોલ, શનાળા રોડ,, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓના કલેક્શન પોઈન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ સ્થળોએથી નગરપાલિકા ગણેશજીની મૂર્તિઓ એકઠી કરીને સામુહિક રીતે વિસર્જન કરશે.