
મોરબી : મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મૃતિઓનું વિસર્જન મસ્ટે પાંચમા સ્થળને જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તા.13 સપ્ટેમ્બર, 15 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરના રોજ નાગરિકોની સુરક્ષા માટે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે નગરપાલિકા દ્વારા 8 ફૂટથી મોટી મૂર્તિઓનું વિસર્જન નગરપાલિકાના પિકનિક પોઈન્ટ શોભેશ્વર રોડ મોરબી ખાતે કરી શકાશે. જેના ઈન્ચાર્જ હિતેશભાઈ રવેશીયા મો.નં. 98798 80052 છે. જ્યારે 8 ફૂટ કે તેથી નાની મૂર્તિઓનું વિસર્જન સ્કાય મોલ, શનાળા રોડ (ઈન્ચાર્જ- પાર્થરાજસિંહ જાડેજા મો.નં. 9033644556) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ (ઈન્ચાર્જ- વિવેક પુજારા મો.નં. 7016890935), એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ (ઈન્ચાર્જ- પ્રતાપસિંહ જાડેજા મો.નં. 9879151518), ગર્લ્સ હાઈસ્કૂલ (ઈન્ચાર્જ- દિવ્યરાજસિંહ જાડેજા મો.નં. 7405289184) આમ ચાર સ્થળોએ સવારે 10 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે.