


મોરબી :મોરબીના શનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાતા હોય ગંદા પાણીને લીધે રોગચાળો વકરવાની ભીતિ હોવા છતાં તંત્રની નિભરતા દૂર ન થતા અંતે સ્થાનિકો અકળાયા હતા અને આ ગટર ઉભરાવાના પ્રશ્ને તંત્રને ઢંઢોવળમાં માટે સ્થાનિક લોકોએ મુખ્ય માર્ગ શનાળા રોડ ઉપર ચક્કાજામ સર્જીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક લોકોએ જ્યાં સુધી તેમની સોસાયટીમાં ગટર પ્રશ્નનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ત્યાંથી ન હટવાનો નિર્ણય જાહેર કરતા શનાળા રોડ ઉપર ચક્કાજામ થવાથી ભારે ટ્રાફિકજામ થતા વાહનોની મસમોટી કતારો લાગી હતી.
