
મોરબી : મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણનગર યુવા ગ્રુપ અને ગ્રામજનો આજે મહાઆરતી સાથે સાંજે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાદમાં ગણેશ મહારાજને ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી વિસર્જન કર્યું હતું.
