




મોરબી : ટંકારાના વાઘગઢ ગામે રહેતા 70 વર્ષીય દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણી મોડી રાત્રે ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ખેતરના કુવા પાસે ચીલા અને ચપ્પલ મળી આવતા ટંકારા પોલીસને જાણ કરાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના લીડીંગ ફાયરમેન જયેશભાઈ ડાકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 10 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે ટંકારના વાઘગઢ ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર સાથે કુવામાં પડી ગયા છે. જેથી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગામ લોકોની સાથે મળીને રાતથી લઈને સવાર સુધી કામગીરી કરી ક્રેનથી ટ્રેક્ટર અનેફાયર વિભાગના કર્મચારીએ દોરડા વડે કુવામાં ઉતરીને ટ્રેક્ટર ચાલક 70 વર્ષીય દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
