
મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે ભુદેવ પાન નજીક પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા આરોપી અશોક ગાંડુભાઈ ઉઘરેજા રહે.નવા વઘાસિયા તા.વાંકાનેરને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા આરોપીએ આ બાઈક ચોરીનું હોવાનું અને અન્ય બે બાઈક પણ કાઢી આપતા એલસીબી ટીમે રફાળેશ્વર અને મકનસર ગામેથી ચોરાયેલ બે બાઈક સહિત કુલ ત્રણ બાઈક કબ્જે કરી 65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
