
કચ્છ : “સાંસદ સંપર્ક સદન” એ આધુનીક યુગનું આધુનીક સુવિધા સભર સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા લોક સંપર્કનું સેતુ બનશે. વિનોદભાઇ ચાવડાશ્રી ની લોકસભા સત્ર સિવાય કચ્છમાં ઉપસ્થિતિ હોય ત્યારે અઠવાડીયા માં ૪૦૦ થી વધુ અરજદારો, મુલાકાતીઓ તેમની મુલાકાતે આવે છે. તેમની સુવિધાઓ ને નજર સમક્ષ રાખી સાંસદશ્રી તરફ થી ૪૦૦૦ હજાર ફુટ બાંધકામ સાથે અધતન સદન બનાવવામાં આવેલ છે. કાર્યક્ષમ સ્ટાફ, પાર્કિંગ સુવિધા સાથે બનેલ “સાંસદ સંપર્ક સદન” એ કચ્છની જનતા અને સાંસદ વચ્ચે સંવાદ, પ્રશ્નોનાં નિરાકરણ, લોક પ્રતિનિધિત્વ નું પ્રતિક બનશે.

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પુર્વ અને પશ્ચિમ કચ્છના ત્રિભેટે આવેલા વિસ્તારમાં જિલ્લાના પાટનગર ભુજ ખાતે મુલાકાતીઓ માટે પ્રતિક્ષા ખંડ, કેન્દ્ર અને રાજય ની વિકાસલક્ષી યોજનાઓ, સાંસદશ્રી તરફ થી થયેલ પ્રજાલક્ષી કાર્યો દર્શાવતી LED, ગ્રાઉન્ડ ફ્લોર પર કર્મચારીઓ ની બેઠક, ૨૦ બેઠક ધરાવતી મુખ્ય ચેમ્બર, અધિકારી કે મહાનુભાવો માટે અલાયદા બે પ્રતિક્ષા કક્ષ, પ્રથમ માળે ટેકનોલોજી સજ્જ કોન્ફરન્સ રૂમ, ૩૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, જયારે સદનના બીજા માળે સ્ટાફ, મહેમાનો માટે રેસ્ટ રૂમ, પોતાના કાર્યકાળ દરમ્યાન મળેલ ભેટ – સોગાદનું “સાંસદ સન્માન સંગ્રાહાલય, ઉર્જા અને પર્યાવરણ બચાવ માટે સૌર્ય ઉર્જા સોલાર ૧૦ કી વોટ્સ તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરી ૨૦૦૦ લીટર નો જળ સંચય કરવામાં આવશે, ફાયર સેફટી ઉપકરણો, સંપુર્ણ સદન સીસી ટીવી કેમેરા થી સજ્જ બનાવવામાં આવેલ છે. તેમ સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતું.
સાંસદ સંપર્ક સદન ઉદઘાટન પ્રસંગે પધારતા કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ કચ્છમાં જળ સ્તર વધારવા વરસાદી પાણી સંગ્રહ માટે ૧૦૫૦ જેટલા કૂવા બોર રિચાર્જ કરવામાં આવ્યા છે તે ખેડુતોને પ્રોત્સાહન અને પ્રતિકરૂપે ૧૦૫૦ માંથી ઉપસ્થિત કિશાનો ને સન્માનવામાં આવશે.
સાંસદ સંપર્ક સદન ના ઉદ્દઘાટન પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી રજની પટેલજી, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ શ્રી દેવજીભાઇ વરચંદ, પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ શ્રી રણછોડભાઇ દલવાડી, પ્રમુખશ્રી કચ્છ જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા, પ્રમુખશ્રી મોરબી
જિલ્લા પંચાયત શ્રીમતી હંસાબેન પારઘી, ધારાસભ્ય ભુજ શ્રી કેશુભાઇ પટેલ, ધારાસભ્ય અબડાસા શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય માંડવી શ્રી અનિરૂધ્ધભાઇ દવે, ધારાસભ્ય અંજાર શ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય રાપર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગાંધીધામ શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય મોરબી શ્રી કાંતિલાલ અમૃતિયા તથા કચ્છ જિલ્લા ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો સાથે જોડાશે.