
મોરબી : સતત છેલ્લા પચીસ વર્ષથી પદયાત્રીઓની સેવામાં મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતાં રસ્તામાં આવતા સોનગઢ ગામ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા(આહીર).SBI બેંક, કે સી જાડેજા. PGVCL.તથા વિષ્વરાજસિંહ જાડેજા (મોંટુભાઈ), રાજુભાઈ લખમણભાઈ ડાંગર તથા હર્ષદભાઈ પટેલ જ્યોતિ મંડપ, મહેશભાઈ ભારવાણી જલારામ, ફેમિલી મોલ મોરબી તથા સોનગઢ ગામના આહીર યુવાનો.તથા પરા બજાર મિત્ર મંડળ મોરબી સહીત ના ઉત્સાહી સેવાભાવી યુવાનો ખૂબ જ ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે. આ સેવાકેંપ તારીખ 25-9-2024 બુધવાર થી તારીખ 30-9-2024 અને સોમવાર સુધી દિવસ રાત અવિરત ચાલુ રહેશે.
આ સેવાકેમ્પમાં માં વિનામૂલ્યે જમવાનું. ચા પાણી,નાસ્તો,રાત્રી રોકાણ, ન્હાવાનું તથા મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે આપવા માં આવશે. તો દરેક પદયાત્રીએ આ સેવાનો ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવે છે