મોરબી :મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામે રામપીરના ઢોરે જાહેરમાં જુગાર રમતા આરોપી ગાંડુભાઇ બાજુભાઇ ઇંટોદરા, સીરાજભાઇ અમીરઅલી પોપટીયા, જશુભાઇ સુજાભાઇ ઇટોંદરા, હીતેષભાઇ અતુલભાઇ ત્રીવેદી અને યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન શૈલેષભાઇ અગેચણીયાને રોકડા રૂપિયા 67,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર ડેકો ગોલ્ડ સિરામિક નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી સુનીલભાઈ રતિભાઈ રાઠોડ, નાથાભાઇ બહાદુરભાઇ થરેશા અને ગાંડુભાઇ નારણભાઇ ટીડાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
