મોરબી: ટંકારા તાલુકાના ગજડી ગામે ભીખાભાઇ ડાંગરની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની રમેશભાઈ બાલસિંગભાઈ બડોડિયા ઉ.30 નામના ખેતશ્રમિકે કોઈ કારણોસર વાડીએ જંતુનાશક દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
