
મોરબી :મોરબી જિલ્લામાં જન્માષ્ટમીથી પાંચ દિવસ વરસાદ પડયાના લાંબા અંતરાલ બાદ હવે ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ આ વખતે ધોધમાર નહિ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા તરફથી કરવામાં આવેલી આગાહી પ્રમાણે તારીખ 14 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. 14 સપ્ટેમ્બરે 1 મીમી, 15 અને 16 સપ્ટેમ્બરે 4 મીમી અને 17 અને 18 સપ્ટેમ્બરે 1 મીમી જ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.