
મોરબી : ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઈ ચાવડા ઉ.વ 60 નામના વૃદ્ધાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ, સુરેશભાઈ હીરાભાઈ ચૌહાણ, સવિતાબેન હીરાભાઈ ચૌહાણ અને મિલન પોપટભાઈ જાદવ રહે.બધા મોરબીની સામે માર માર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પૌત્ર રાહુલને આરોપી લક્ષ્મીબેન સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ જયાબેન અને અમૃતભાઈએ લગ્ન કરવાનો ઇનકાર કરતા આ બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરિયાદી જયાબેન અને અમૃતભાઈને ઢીકાપાટુનો માર મારી અમૃતભાઈને લાકડાનો ધોકો મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.