
મોરબી :ટંકારાના મેઘપર ઝાલા ગામના સરપંચ રામદેવસિંહ ભગવતસિંહ ઝાલા છેલ્લા 10 વર્ષથી ગામના સરપંચ તરીકેનો કાર્યભાર સંભાળે છે.10 વર્ષથી ભાજપના સભ્ય અને ટંકારા તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. મિલનસાર સ્વભાવના રામદેવસિંહ ભગવતસિંહ ઝાલા બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.અને કોઈપણ વ્યક્તિઓને કઈપણ જાતની જરૂરીયાત હોય તેઓ પોતે મદદ કરવા હમેશા આગળ રહે છે. સેવાકીય પ્રવૃત્તિમાં સતત આગળ પડતા અને ગમે ત્યારે સમાજ માટે કોઈ પણ જરૂરીયાત હોય તો કોઈ પણ સમયે હાજર રહેતા રામદેવસિંહ ભગવતસિંહ ઝાલાના જન્મદિવસે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.સતત પોતાના જીવનમાં પ્રગતિ કરતા રહે તેવી તેમના ખાસ મિત્ર ભગીરથ સિંહ ઝાલા અને મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવામાં આવી છે.
