
કચ્છ : ભારત ને દુનિયામાં આગવી ઓળખ આપનાર ઉર્જા ના અપાર સ્ત્રોત યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ૭૩ વર્ષ સફળતા અને સંઘર્ષ સાથે સૌહાદય પુર્ણ પુરા કરી ૧૭/૦૯/૨૦૨૪ ના ૭૪ વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દીર્ઘાયુ અને સ્વસ્થતા માટે શુભેચ્છા પાઠવતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા વિકાસ વંચિતો, દિવ્યાંગો અને જરૂરતમંદો માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે.
પ્રધાન મંત્રી જન કલ્યાણ લાભાર્થે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ભુજ મધ્યે સવારે ૧૦ વાગ્યે દિવ્યાંગો ને સાધન સહાય સાંસદશ્રી તરફ થી આપવામાં આવશે. ભારત સરકાર તેમજ રાજય સરકાર ની વિવિધ યોજનાઓ હેઠળ એક જ સ્થળે થી લાભો આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર, સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા અનુ.જાતિ કચેરી, એન.જી.એલ. એમ શાખા નગરપાલિકા દ્વારા, ગ્રામીણ બેન્ક, સમાજ કલ્યાણ વિકસિત જાતિ વગેરે કચેરીઓ દ્વારા ૨૦૦ થી વધુ લાભાર્થીઓ ને વિવિધ સહાયો આપવામાં આવશે.
દિવ્યાંગો તથા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના દર્દીઓ માટે સંસ્થાઓના સહયોગે ૨૫ ફોડેબલ ઇલેક્ટ્રીક મોડ, એડજેસ્ટેબલ ટ્રાય સાઇકલ તથા એક દિવ્યાંગ ભાઈ ને રૂ. પાંચ લાખનો અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતા પગ સાંસદશ્રી દ્વારા વિરામ હોટેલ ભુજ પરિસરમાં સવારે ૧૧ વાગ્યે વિતરિત કરવામાં આવશે.
માંડવી તાલુકાનાં મોટા આસંબિયા હાઈસ્કૂલ મધ્યે રિન્યુ સોલાર અને હોગકોંગ સાંગાઇ કોર્પોરેટ બેન્ક પ્રાયોજિત હેબીટેડ ફોર એમ્યુનિટી ભારત સંસ્થા મારફતે રૂ. ૨૦ લાખનું કોમ્પ્યુટર લેબ માટે અનુદાન અપાયેલ છે. તેનું સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ના વરદ હસ્તે વર્ચુલ લોકાર્પણ કરવામાં આવશે.
