(મયુર રાવલ ,હળવદ )
હળવદ ખાતે નમો ભારત રેપિડ ને લીલી જંડી આપવા ધારાસભ્ય જિલ્લા, શહેર, ગ્રામ્ય ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા











હળવદ : શહેરીજનો માંટે ખુશખબર! ભુજ અને અમદાવાદ વચ્ચે નવી નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, જે ભુજ થી ટ્રેન નં. 94802 સવારે 5.05 વાગ્યે ઉપડે છે અને 10.50 વાગ્યે અમદાવાદ પહોંચે છે. જ્યારે અમદાવાદથી ટ્રેન નં. 94801 સાંજે 5.30 વાગ્યે રવાના થશે અને રાત્રે 11.30 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદોલીયા અને સાબરમતી સ્ટેશનો પર રોકાશે, જે મુસાફરો માટે ઉત્તમ સવલત હશે.આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં કર કમળો દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ નાં માધ્યમ થી વંદે ભારત મેટ્રો ટ્રેન નેં ઝંડી બતાવી સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે હળવદ રેલ્વેસ્ટેશન પર મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ, રમેશભાઈ ભગત,ડો અનીલ પટેલ હળવદ વેપારીમાં મંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, સરકારી એડવોકેટ વિજયભાઈ જાની,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,રેલ્વેસ્ટેશન પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાગત અને સ્ટાર્ટ અપાવા આવ્યું હતું આતકે હળવદ શહેર અને તાલુકા નગરજનો અને તાલુકા વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આતકે જોરવનગર રાસ મંડળી એ રાસ કરીને સૌ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નમો ભારતરેપિડ ટેન ભુજ અમદાવાદ વચ્ચે દોડશે,આ મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, જે ભુજ થી ટ્રેન નં. 94802 સવારે 5.05 વાગ્યે ઉપડે છે અને 10.50 વાગ્યે અમદાવાદ પહોંચે છે. જ્યારે અમદાવાદથી ટ્રેન નં. 94801 સાંજે 5.30 વાગ્યે રવાના થશે અને રાત્રે 11.30 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન ના પ્રથમ દિવસે મુસાફરી તદ્દન નિશુલ્ક રાખવામાં આવી હતી અને ટ્રેનની અંદરથી કેવી છે તે રૂબરૂ નિહાળવા શહેરીજનો ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ રેલવે ડિવિઝન તેમજ હળવદ રેલવે સ્ટાફ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી..

