

મોરબી : માળીયા મિયાણાના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવાના રસ્તા ઉપર ચાલવા મામલે બે પક્ષ વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
માળીયા મિયાણાના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને આવવા જવાના રસ્તા ઉપર ચાલવા મામલે ફરિયાદી સરફરાઝ રફીકભાઈ માણેકને આરોપી નિઝામભાઈ સાઉદીનભાઈ સામતાણીએ માર મારી રસ્તા ઉપરથી નહિ ચાલવાનું કહી લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સામાપક્ષે નિઝામુદિન સાઉદીનભાઈ સામતાણીએ આરોપી સુભાન ખમીશાભાઈ માણેક અને સરફરાઝ રફીકભાઈ માણેક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે તેઓના કારખાને જવા માટેના રસ્તા મામલે ડીઆઈએલઆર દ્વારા માપણી કરાવી સ્વખર્ચે રસ્તો બનાવ્યો હોવા છતાં આરોપીઓ આ રસ્તે ચાલતા હોય જેથી પોતાના રસ્તા ઉપર નહિ ચાલવા બાબતે સમજાવવા જતા આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.