Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ઘુંટુ ગામે મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 26 જુગારીની ધરપકડ

મોરબીના ઘુંટુ ગામે મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 26 જુગારીની ધરપકડ

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ હરિઓમ પાર્કમાં ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા એક સાથે 26 લોકો જુગાર રમતા હોવાનું સામે આવતા પોલીસે 26 આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 3.18 લાખ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ઘુંટું ગામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી શૈલેષભાઇ શિવાભાઈ કાલરીયાના મકાનમાં દરોડો પાડતા આરોપી રમેશભાઇ પ્રભુભાઇ કાલરીયા, પરેશભાઇ વાલજીભાઇ ફુલતરીયા, મહેન્દ્રભાઇ સવજીભાઇ કાવઠીયા, વિશાલભાઇ નંદલાલ કાલરીયા, ચિરાગભાઇ રમેશભાઇ ત્રેટીયા, હર્ષદભાઇ રમેશભાઇ રાણીપા, ધવલભાઇ ઇશ્વરભાઇ કૈલા, પિયુષભાઇ પરસોત્તમભાઇ બોડા, અમિતભાઇ મણીલાલ રાજપરા, મણીલાલ ચત્તુરભાઇ કુંડારીયા, કાંતીલાલ વાલજીભાઇ કાલરીયા, રાજેશભાઇ ચંદુભાઇ કાલરીયા, મનસુખભાઇ રૂગનાથભાઇ નંદાણીયા, શૈલેષભાઇ ભગવાનભાઇ સાણદિયા, રવીભાઇ જયતીભાઇ કાલરીયા, ભાવીકભાઇ પ્રવીણભાઇ ઓરીયા, પરેશભાઇ સુંદરજીભાઇ પટેલ, નીલેશભાઇ ઠાકરશીભાઇ અઘારા, સાગરભાઇ લવજીભાઇ અઘારા, રામજીભાઇ ભવાનભાઇ વરમોરા, જગદીશભાઇ પ્રભુભાઇ અઘારા, હરેશભાઇ ગણેશભાઇ મંડાણી, જનકભાઇ અરજણભાઇ મેરજા, બ્રીજેશભાઇ અમૃતલાલ કૈલા, અમૃતભાઇ મહાદેવભાઇ સીતાપરા અને પીયુષભાઇ રણછોડભાઇ પટેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3,18,000 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments