


મોરબી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે સંસ્કૃત પાઠશાળા અને વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 80 જેટલા ઋષિકુમારો તથા અત્રે ચાલતા વાત્સલ્ય વાટિકા (અનાથાશ્રમ)ના બાળકોને નવા વસ્ત્ર આપવામાં આવશે. આ અવસર પર મોરબી જીલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, આગેવાનો મોરબી જીલ્લા ભાજપના વિવિધ મોરચા-સેલના તમામ હોદ્દેદારો મોરબી શહેર ભાજપ, મોરબી તાલુકા ભાજપ તથા માળીયા તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો,ચૂંટાયેલા વર્તમાન-પૂર્વ તમામ પ્રતિનિધિઓ, તમામ આગેવાનો, કાર્યકરોને તા. 17.09.2024, મંગળવાર, સાંજે 4.30 કલાકે ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર રોડ પર પધારવા અને પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ પાઠવાયું છે.

