

મોરબી : રાજ શક્તિ સેવા સંગઠન દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવે છે. અને માટીના ગણપતી દાદા એટલે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાને બિરાજમાન કરીને પૂજા અર્ચના આરતી કરી ગણપતિ દાદાની આરાધના કરાઈ છે અને ૧૧ દિવસમા અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. ગણપતી દાદાનુ વિસર્જન અમે દફતરી શેરીમા ગણેશ ચોકમાં કરવામાં આવે છે.અને વિસર્જનના દિવસે અલગ અલગ દાવ કરી જેમાં લાકડી સળગતી ફેરવી અને રીગ સળગતી માથી દાવ કરીને ગણપતિ દાદાની આરાધના કરવામાં આવે છે. તેમ રાજ શક્તિ સેવા સંગઠન પ્રમુખ અનોપસિંહ સજુભા જાડેજાએ જણાવ્યું છે.