
ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ધારાસભ્યએ છાતીમાં ત્રોફાવેલી હનુમાનજીની આકૃતિ દેખાડી
મોરબી : શિવજીના રુદ્ર અવતાર ભગવાન હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે.જે બાબતને હનુમાનજીએ પોતાની છાતી ચીરી ભગવાન શ્રીરામની આકૃતિ દેખાડી સાર્થક કરી છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ હનુમાનજીના અનન્ય ભક્ત હોવાનું પુરવાર કરવા પોતાની છાતીમાં હનુમાનજીની આકૃતિ ત્રોફાવી છે. જે બાબતને ગઈકાલે ગણેશ વિસર્જન યાત્રા વખતે દર્શાવી છે.જેમાં ગઈકાલે ગણેશ વિસર્જન સમયે મોરબીના ધારાસભ્યનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો અને સિદ્ધિ વિનાયક કા રાજા ના વિસર્જન સમયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ પોતાની છાતીમાં ત્રોફાવેલ હનુમાનજીની આકૃતિ દેખાડી હતી. જે રીતે વિસર્જન સમય હનુમાનજી બનેલા એક વ્યક્તિએ હનુમાનજીની જેમ પોતાની છાતી ચીરી રામ દેખાડતા ધારાસભ્યએ પણ જોશમાં આવી પોતાની છાતીમાં ત્રોફાવેલ હનુમાનજીની આકૃતિ દેખાડીને હનુમાનજીના પરમ ભક્ત દેખાડતા હોવાનો વિડ્યો વાયરલ થયો છે.
