
મોરબી : મોરબી જીલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડીયા અંતર્ગત આજે તા. ૧૯/૦૯/૨૦૨૪ને ગુરુવારે સમય સવારે ૯:૩૦ કલાકેથી બપોરે ૧ સુધી સંસ્કાર બ્લડ ડોનેશન બેંક, જી.આઈ.ડી.સી. શનાળા રોડ મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા યુવા મોરચા ની ટિમ,સેલ મોરચાની ટિમ,.કારોબારી આમંત્રિત જીલ્લાના મંડળના પ્રભારી સહ પ્રભારી.વિધાનસભાના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ .મંડળના પ્રમુખ મહામંત્રી પુરી ટિમ સાથે હાજર રહી હતી. તેમ મોરબી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાની યાદીમાં જણાવાયું હતું.





