









મોરબી : સ્વાવલંબી ભારત અભિયાન એ વિદ્યાર્થી અને યુવાનોને ઉદ્યમિતા સ્વરોજગાર પ્રત્યે જાગૃત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન અંતર્ગત મોરબીની એલ.ઈ.પોલીટેકનિક કોલેજ ખાતે “ઉદ્યમીતા પ્રોત્સાહન સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં મુખ્ય વકતા તરીકે મનોહરલાલજી અગ્રવાલ (ગુજરાત પ્રદેશ સંગઠક સ્વદેશી જાગરણ મંચ)નુ માર્ગદર્શન મળ્યુ હતું. તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર ઉદ્યમિતા માટેની માહિતી આપી. અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરીત કર્યા હતા.આ કાર્યક્રમમા એલ.ઈ. કૉલેજના પ્રિન્સીપાલ રાયજાદા, અરવિંદભાઈ જેતપરીયા(જિલ્લા સંયોજક સ્વદેશી જાગરણ મંચ), શિવાંગભાઈ નાનક (જિલ્લા સહ સંયોજક સ્વદેશી જાગરણ મંચ), મનોજભાઈ પોપટ, મુગ્ધરાજસિંહ ઝાલા(નગર મંત્રી ABVP મોરબી) અને સ્વદેશી જાગરણ મંચ, ABVPના કાર્યકર્તાઑ અને એલ.ઈ. કોલેજ ના પ્રોફેસરો પણ ઉપસ્થિત રહયા હતા અને કાર્યકમને સફળ બનાવ્યો હતો.
