Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઉમિયા સકઁલથી નવા બસસ્ટેન્ડ સુધીનાં રસ્તા પર સ્વરછતા અભિયાન ચલાવાયુ

ઉમિયા સકઁલથી નવા બસસ્ટેન્ડ સુધીનાં રસ્તા પર સ્વરછતા અભિયાન ચલાવાયુ

મોરબી : મોરબી નગરપાલિકા દ્રારા સ્વરછતા હી સેવા ૨૦૨૪ કાયઁક્રમ અંતર્ગત મોરબીનાં શનાળા રોડ પર ઉમિયા સકઁલથી નવા બસસ્ટેન્ડ સુધીનાં રસ્તા પર સ્વરછતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

સ્વચ્છતા અભિયાનમા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતિયા અને મોરબી નગર પાલિકાનાં ચીફઓફીસર કુલદીપસિંહ વાળા,જયદીપભાઈ દેત્રોજા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બનાં પ્રમુખ રુચિરભાઈ કારીયાતથા કે.સી મહેતા, અશોકભાઈ જોષી, હષઁદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, શશીકાંતભાઈ મહેતા, પુષ્પરાજસિંહ જાડેજા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બના તમામ હોદેદારો અને રોટરી ક્લબના પ્રમુખ કિશોરસિંહ જાડેજા તથા સોનસબેન શાહ અને કોમનમેન ફાઉન્ડેશનનાં અગ્રણી અને સ્વરછ મોરબીનાં બ્રાન્ડ એમ્બેસેડર ડો..સતિષભાઈ પટેલનાં સંયુક્ત સહભાગી દારીથી શ્રમદાન થકી આ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત અભિયાન બાબતે મોરબીનાં લોકો પોતાનાં ધર, દુકાન, ઓફીસનો કચરો રોડ પર નહીં ફેંકવા અને ડોર ટુ ડોરનાં ગારબેજ કલેકશન વેહીકલમાં નાંખવા ધારસભ્ય કાંતિભાઈ અમ્રુતિયાએ મોરબીનાં લોકોને અનુરોધ કર્યો છે અને જો કોઈ વિસ્તારમાં ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વેહીકલ ન આવે તો ચીફ ઓફીસરનનગરપાલિકને જાણ કરવા વિનંતિ કરી મોરબીનાં લોકોને સ્વરછતા અભિયાન પુરતું જ નહીં કાયમ માટે મોરબીને સ્વરછ રાખવા માટે સહકાર આપવા અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments