
વહેલી સવારે ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો લટકી ગયા
મોરબી : મોરબી -વાંકાનેર ડેમુ ટ્રેન ફરી યાંત્રિક ખામીની કારણે અધવચ્ચે બંધ પડી હતી. આથી વહેલી સવારે ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો લટકી ગયા હતા. વહેલી સવારે આ ડેમુ ટ્રેન મારફત બીજી ટ્રેનમાં અપડાઉન કરતા અનેક મુસાફરો સમયસર ન પહોંચતા હેરાન થયા હતા.





વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી ગઈ હતી.મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો હેરાન થયા હતા. વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો પરેશાન થયા હતા. વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો.આ 300 જેટલા મુસાફરોની વાંકાનેરથી અમદાવાદ ઇન્ટરસીટી સહિતની ટ્રેનમાં ચડવાનું હોય એથી બીજી ટ્રેનમાં બેસવા ન દેવાતા ગમે તેમ કરીને મુસાફરો વાંકાનેર પહોંચીને ત્યાં સ્ટેશન માસ્ટરને રજુઆત કરતા તેઓએ પણ બીજી કોઈ વ્યવસ્થા કરવાને બદલે હાથ ઊંચા કરી દેતા મુસાફરો રઝળી પડ્યા હતા.અંતે મુસાફરોએ હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધક તેમજ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.
