
મોરબી : મોરબીના ભળીયાદ ગામે શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ભડિયાદ ગામે આવેલ ગોલ્ડન પેપરમિલમાં રહેતા અને ત્યાં જ કામ કરતા ઘનશ્યામભાઈ છોટેલાલ ચૌધરી ઉ.વ.47 નામના આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.